વિજયકુમાર સિન્હા બન્યા બિહાર વિધાનસભાના નવા સ્પીકર, RJD નો વિરોધ એળે ગયો
Trending Photos
પટણા: બિહાર વિધાનસભા સ્પીકરની ચૂંટણીમાં NDAની જીત થઈ છે. સદનમાં હોબાળા વચ્ચે આજે સ્પીકર પદની ચૂંટણી થઈ અને એનડીએના ઉમેદવાર વિજય સિન્હા નવા વિધાનસભા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન મહાગઠબંધનના વિધાયકો તરફથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઊભા કરવામાં આવ્યા અને ગુપ્ત મતદાનની અપીલ કરાઈ. જો કે તેમની અપીલ ફગાવી દેવામાં આવી.
ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને 126 અને મહાગઠબંધનને 114 મત મળ્યા. પરિણામો બાદ મુખ્યમંત્રી નીતિશકુમાર, વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સ્પીકરને તેમની ખુરશી સુધી પહોંચાડ્યા અને શુભેચ્છાઓ પાઠવી. બિહારમાં આવું પાંચ દાયકા બાદ થયું છે કે જ્યારે સ્પીકરના પદ માટે ચૂંટણી યોજાઈ હોય. વિજયકુમાર સિન્હાએ અવધ બિહારી ચૌધરીને હરાવ્યા હતા.
Patna: Bharatiya Janata Party MLA Vijay Sinha elected as the Speaker of Bihar Assembly pic.twitter.com/SMbhWaRHeM
— ANI (@ANI) November 25, 2020
સદનમાં હોબાળો
બિહારમાં 51 વર્ષ બાદ સ્પીકર પદ માટે આજે વિધાનસભામાં ચૂંટણી થઈ. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે થઈ રહેલા આ મુકાબલા વચ્ચે બિહાર વિધાનસભામાં ખુબ હોબાળો પણ થયો. તેજસ્વી યાદવે પહેલા સત્તા પક્ષ પર આક્ષેપ લગાવ્યા અને કહ્યું કે એનડીએએ જનાદેશની ચોરી કરી છે. તેજસ્વી યાદવે કહ્યું કે 4 વર્ષમાં રાજ્યે ચાર સરકારો જોઈ પરંતુ દર વખતે જનાદેશ ચોરી કરવામાં આવ્યો. ગત સરકાર ચોર દરવાજે આવી અને આ સરકાર પણ ચોર દરવાજેથી આવી.
આ બાજુ હા અને નામાં નિર્ણય કરાવવાનો વિપક્ષે વિરોધ કર્યો તો સભ્યોની ગણતરીથી ચૂંટણી થઈ. વિપક્ષે ગુપ્ત મતદાનની માગણી કરી હતી. વિપક્ષની માગણીને પ્રોટેમ સ્પીકર જીતનરામ માંઝીએ ફગાવી હતી. ઘંટી બજાવવા વચ્ચે તેજસ્વી યાદવે આપત્તિ જતાવી અને મુખ્યમંત્રી નીતિશકુમાર તથા મંત્રી અશોક ચૌધરીના સદન પર હોવા બદલ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે વિધાનસભાના સદસ્ય નથી તેમણે મતદાન વખતે હાજર રહેવું જોઈએ નહી. આરજેડીનું કહેવું હતું કે નીતિશ સદનનો હિસ્સો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે